ભાભર પર કોળી ઠાકરડાઓનું શાસન રહ્યું હતું અને ઇતિહાસની દ્રષ્ટિએ તે કાંકરેજની
નજીક હતું. મૂળભૂત રીતે તેરવાડા જિલ્લામાં રહેલા આ વિસ્તારને ૧૭૪૨માં
રાજકીય અંધાધૂંધીનો લાભ લઇને કાંકરેજના રાઠોડ હાથીજીએ ભાભર ગામની સ્થાપના
કરી અને તેરવાડાની ઉજ્જડ જમીનનો કબ્જો મેળવ્યો. બ્રિટિશ શાસન સમયે, ગામની
જમીન વધુ મોટા શાસન ભાયાતમાં ભેળવવામાં આવી હતી.
૧૮૨૦માં સંધિ વડે ભાભર બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. ભાભર બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ પાલનપુર એજન્સીમાં હતું,
જે ૧૯૨૫માં બનાસ કાંઠા એજન્સી બની. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી તે
બોમ્બે પ્રેસિડેન્સીમાં આવ્યું. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી તે
બનાસકાંઠા જિલ્લાનો ભાગ બન્યું.